અફણ - અફીણ અને બંધાણી.
અફણ શબ્દ વિશે લગભગ દરેક વ્યક્તિ પરિચિત હશે કારણ કે આપણા ગામડાઓમાં વિવિધ સમાજોમાં સારા-નરસા પ્રસંગે મહેમાનોની આગતા-સ્વાગતા માં અફણ કે અફિણનો કસુંબો પણ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે.આ અફણ સાથે જોડાયેલ એક શબ્દ તે બંધાણી.અફણનું જેને વ્યસન હોય તેવી વ્યક્તિઓ સમાજમાં બંધાણી તરીકે ની નામના ધરાવતા હોય છે.અને આવા બંધાણીઓ જ્યારે સારા-નરસા પ્રસંગે જ્યારે એકબીજાને પોતાના હાથે અફણનો કસુંબો બનાવી પીવરાવતા હોય છે ત્યારે તે દ્રશ્ય જોવા જેવું હોય છે.જો કે હવે તો એવા બંધાણીઓ પણ રહ્યા નથી અને એવા રંગ કસુંબલ પણ ભૂતકાળની એક અવિસ્મરણીય યાદો બની ગઈ છે.
હા તો અફીણ કે અફણ એ મૂળ તો પશ્વિમ એશિયાનો આ છોડ પ્રાચિનકાળથી ભારત તથા ચીનમાં જાણીતો છે.ભારતમાં માળવામાં તેનું વાવેતર થાય છે.છોડ માંથી ખાસ કરીને ડોડવામાંથી ચીરા મુકતાં રસ ઝરે છે.તે તરત કાળાશ પડતો અને ઘટ્ટ બને છે.આ રસ બહુ માદક અને ઝેરી છે.તેને છરી વડે ઉપાડી લઈ તેમાં કાથો,એળિયો આદી ભેળવીને અફીણ તરીકે વેચવામાં આવે છે.અલ્પમાત્રામાં તે પાચનશક્તિ વધારી સ્ફૂર્તિ લાવે છે.પણ થોડા જ દિવસોમાં તેનું વ્યસન લાગુ પડે છે.વ્યસની અકાળ મરણ પામે છે.અફીણે ચીન અને ભારત જેવા દેશોને પછાત રાખવામાં મોટો ફાળો આપ્યો છે.આથી ઘણા દેશોમાં તેના વાવેતર,વેચાણ અને વપરાશ ઉપર કડક સરકારી નિયંત્રણ છે.ભારતમાં પાણીમાં અફણ ઘોળીને કસૂંબો બનાવી પીવામાં આવે છે.બંધાણી અફીણ ન લે તો થોડા દિવસ અનેક પ્રકારની બેચેની અને પીડા અનુભવે છે.અફીણ બાળગોળીમાં પણ વપરાય છે જે હાનિકારક છે.બીજા ઔષધોમાં પણ વપરાય છે.
તેના સૂકા ડોડા પોસના ડોડા કહેવાય છે.તે શેક માટે વપરાય છે.કુમળા પાન તથા દાંડી શાક-કચુંબરમાં વપરાય છે.પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન પુષ્કળ અફિણ વાવે છે અને ચોરી-છુપીથી વિશ્વના દેશોને વેચે છે.અફિણમાંમોર્ફિન,નિકોટીન,કોડિન,બેઇન,નાર્સિન,પાપાવરિન,કોટોમન,રીડિન,મેકોનિન,વસા,મેકોપાયસિન,સાકર, ફીણ,કેલ્શિયમ,ક્ષાર,કાંજી,ટેનિન,ઓક્જેલીક,અમ્લ આદિ હોય છે.
અફણ કે અફિણ ના ભાવ પણ બહુ હોય છે એટલે તેનું વ્યસન આર્થિક રીતે પણ વ્યક્તીને પાયમાલ કરી શકે છે.